ભક્તચિંતામણી પંક્તિઓ
દાસના દાસ થઈને, વળી જે રહે સતસંગમાં, ભક્તિ ભલી તેની માનીશ, રાચીશ તેના રંગમાં (ભક્તચિંતામણી)
સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ; સંત કૃપાથી પામીએ, પૂરણ પુરષોત્તમ ધામ. (ભક્તચિંતામણી)
સંત કૃપાએ સદ્મતિ જાગે, સંત કૃપાથી સદ્ગુણ;સંત કૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ...૨/૩ (ભક્તચિંતામણી)મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું;બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું...૬૮/૯ (ભક્તચિંતામણી)જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરીજે સુખે દુઃખ ઉપજે, તે આપે નહિ કે'દી હરિ (ભક્તચિંતામણી)
અક્ષર પર પુરષોતમ જેહ, તેને ધર્યું મનુષ્યનું દેહ;
તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મનમાંથી. (ભક્તચિંતામણી)
વિપત પડ્યે નહિ વેગળા, રહે ભક્ત ભેળા ભગવન;
તેણે મગન મનમાં, હમેશે રહે હરિજન (ભક્તચિંતામણી)
સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારંવાર;
પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર. (ભક્તચિંતામણી)
હળવે પુણ્યે હોય નહીં, વળી હરિ કથાનો યોગ;
મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહા ભવરોગ. (ભક્તચિંતામણી)
એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહિ દેહ;
માનો ચૈતન્યરૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું...૭૧/૩૭
સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજ્યો સ્થિર મતિ;
જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ...૭૬/૩૯
એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું;
પણ વ્રત ટેક જો ટાળશો તો, ભોગવશો સહુ સહુ તણું...૭૬/૪૦
નહિ તો તમે નચિંત રહેજ્યો, કરવું તમારે કાંઈ નથી;
જે મળ્યા છે તમને, તે પાર છે અક્ષરથી...૭૬/૪૧
મારો મૂકી આશરો, જે વિષયસુખને વાંછશે;
તે સુખ નહિ પામે સ્વપને, સામું પડ્યા દુઃખમાં પચશે...૮૪/૪૬
No comments:
Post a Comment