પૂ. ગુરુજી
આઠ પ્રકારની હરિ મૂર્તિ નવમાં સાચા સંત; જ્ઞાન એમાં અખંડ છે સાક્ષાત શ્રીભગવંત
એક જ સૂરો સત્સંગી, આવે ગામ મોઝાર; તેને લઈને ગામમાં, થાય સત્સંગી અપાર.
એક દિવસ મેં વિચાર્યું, રાજીપો તે વળી શું હશે; વઢી ટોકી ને જે કહે, તે મારા ઉપર રાજી હશે.
એટલું જ કામ થાય છે જેટલું કરાવે શ્યામ; માટે માન ન રાખવું, મેં કર્યું આ કામ.
એમાંથી નંબર આપણો લાગી ગયો છે આજ; પસંદ કર્યા છે શ્રીહરિ એ કલ્યાણ કરવા કાજ.
કોઈએ કદી ન કરવું ગુણ તણું અભિમાન; નમ્રતા આગળ ગર્વની થાય છે જ્ઞાન હાર
જાય મોટાને શરણે તો તરત વિઘ્ન જાય; સંત શરણે જાવાથી, જ્ઞાન જટ ઉદ્ધાર થાય.
જ્ઞાન ઝીણા માં ઝીણી સ્વખમી પર ખુબી; ગિરીસમ માનો તે'દી હરિ ને જશો પામી જ
જ્ઞાન મહા પુરુષ થવું નહિ, થવું સદા મહામુક્ત; મુક્ત સદા હરિ યુક્ત રહે, પુરુષ થાય અજાયુક્ત.
જ્ઞાન યશ ને લેવા જેવું માનવું નહિ કુપાપ; યશ હરિને દેવા જેવું નથી સુપુણ્ય અમાપ
જ્ઞાન સહુનો ભાવ જોવો જોશો નહિ સ્વભાવ; ભાવ જોતા ભાવ વધે, રાજી થશે અતિ માવ
દાસનું દાસ થઈને રહીશ હું હરખાઈ; જ્ઞાન સંતો ભક્તો ને કરીશ રાજી સદાય
નિમિત્ત કરે છે નાથજી આપણને સદાય; કામ કરે છે હરી પોતે ભૂલવું નહીં કદાય
પ્રભુને ભક્તિ પ્યારી છે, પ્યારા ભક્તો અપાર; ભક્તિ કરીને રીજવીએ પ્યારા ભક્તિકુમાર.
બહુબલી બ્રહ્માંડ મેં બલવાન સે બલવાન; સબસે બલવાન વહી હે જિસકા બલ ભગવાન
મૂર્તિમાં મૂર્તિ ભાવ રહે એ જ છે નાસ્તિક ભાવ; મૂર્તિ ને પ્રગટ હરી માન જ્ઞાન એ આસ્તિક ભાવ
મોટાને રાજી કરતા શ્રીહરિ રાજી થાય, દુઃખ સર્વે તરત તળે અંતરે શાંતિ થાય
વેદરસ માં બોલ્યા હરિ સર્વોપરી મારો માવ; હે પરમહંસો રાખજો સર્વેમાં મારો ભાવ
સ્વનો મહિમા હોય તો ન પર નો મહિમા ન થાય; પર નો મહિમા થાય તો નિજ નો ન રહે જરાય
હરિ કર્તૃત્વ ચોરી છે સૌથી મોટી જ્ઞાન; ચોર તમે તો છો જ જો ભગવો છો યશ માન
હરિ વસે હરીજનમાં ત્યાંથી કરે પ્રકાશ, સંતોરૂપે રહી હરી ભક્તોની પુરે આશ
હરીને પામવું હોય તો એક શરત છે જ્ઞાન; વૃત્તિ તૂટવી ન જોઈએ તો જ મળે ભગવાન
હું અક્ષરધામ છું મારામાં મહારાજ છે; અંદર બહાર સર્વત્ર, શ્રીહરિનો વાસ છે
હું કોણ ને મારુ કોણ એનું રહે જો ધ્યાન; હું ધામ ને ધામી મારા તો કેમ ભુલાય ભગવાન
હું કોણ મારુ કોણ છે એનું રહે જો જ્ઞાન; હું ધામ ને ધામી મારા કેમ ભૂલે ભગવાન
હું છું ને હું કરું છું, મને માને છે નર ને નાર; ફળ ને યશ પ્રભુ મને મળો, અતિ ભૂંડા ભાવ આ ચાર
હું હટે તો દુઃખ મટે થાય અંતરે સુખ; જ્ઞાન અભિમાન કરાવે સંત હરિથી વિમુખ
जब जब जिय घबराय मनवा देखा करो हरी 'ज्ञान'; सब घबराटमिटा शके मात्र एक भगवान।
No comments:
Post a Comment