Other

સાંપ્રદાયિક


જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે
છે નામ મારા સ્મૃતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક

ગર્વ સર્વ સુખ નાશકાર છે ગર્વ માંહી દુઃખ તો અપાર છે
ગર્વવાન તૃણ તુલ્ય થાય છે ગર્વગંજન હરિ ગણાય છે

અનન્ય જે ભક્ત મહાપ્રભુના, નવા જનો કે જન હોય જુના
ન રાખીયે મોટપ તેની પાસ, કલ્યાણ ની જો ઉર હોય આશ.

જ્યાં ખાસડાં સંત તણા પડે છે, ત્યાં બેસવા મારગ જો જડે છે
માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણ ની જો ઉર હોય આશ.

જ્યાં વાસના જેનિ જરી રહે છે, તે જન્મ તો ત્યાં જઇને લહે છે;
માટે થજો સૌ નિરવાસનીક, જો જન્મમૃત્યુ તણી હોય બીક

તવ દાસ કે પુની દાસકો મેં ચારણ સેવક દાસ હું
મમ હૃદય મેં સંતત રહો ઇતની રખું ઉર આશ હું (પુ. ચરિત્ર)

દુઃખ હરિજનનું દિલે ધરે છે, સુખનિધિ શ્યામ સહાયતા કરે છે;
તદપિ ભજન જે કરે ન ભાવે, નહિ નરજાતિ કુજાતિ તે કહાવે. ૫૭

પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પળપણ વિસરે નહિ જો વિસારી;
જુગલ ચરણ સોળ ચિહ્‌ન જેહ, નજર સમીપે રહો અમારી તેહ ।।

હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય;
મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય.

હરિકૃપા જબ હોત તબ, મિલત સંત કો સંગ;
મુક્ત કહે પ્રભુ પ્રગટ કો ચઢત તાહિકું રંગ.
હરિકૃપા જબ હોત તબ, બઢત સંતસુ હેત;
મુક્ત કહે હરિભક્ત સો તરત હે કુટુંબ સમેત.
હરિકરુણા જબ હોત તબ, લાગત અચલ હરિસંગ;
મુક્ત કહે પલ ના તજે, હરી હરીજન કો સંગ. 

કડવી તુંબરિયા મે તો નીચ ભૂમિકી

આજ્ઞા લોપીને સુખ લેશું રે કેવા રેશું તો કેશું રે

ભલે થવાનું હશે તે થાશે, વેણ વાલાનું કેમ લોપાશે

હરિભક્તોમાં હેત હરિને, તેથી ચેતાવે કૃપા કરીને

જેના નિર્માની ભગવાન, તેના જનને જોઈએ કેમ માન ?


અન્ય

સુરપુર નૂરપૂર નાગપુર ઈન તીનો મેં સુખ નાહી;
કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માંહી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય; બલિહારી ગુરુદેવ કી જિને ગોવિંદ દિયો મિલાય. ભૂખે મારું, ભોંયે સુવાડું, તનની ઉતારું ખાલ એમ કરતાંય મને મૂકે નહિ, તો પછી કરું હું ન્યાલ વાણી તો વશ મેં ભલી વશ મેં ભલા શરીર જો મન વશ કિયા તો વો હી સાચ્ચા વીર

No comments:

Post a Comment